>
No menu items!
Thursday, July 3, 2025
No menu items!

વડાલીના બાબસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

વડાલીના બાબસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

 

સાબરકાંઠા જીલ્લામાં વડાલીના બાબસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથ ના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ.ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

 

 

આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય શ્રી કાન્તિભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રામ વિકાસ) શ્રીમતિ કૈલાશબેન રાજગોર,વિવિધ પદાધિકારી, અધિકારીઓ, કર્મચારીઓ,ગામના સરપંચશ્રી, તલાટી ક્રમ મંત્રીશ્રી, તાલુકા પંચાયત તમામ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores