ઈડર ડિસ્ટ્રીકટ હોસ્પિટલની ડેપ્યુટી ડાયરેકર શ્રી ડો. સતિષ મકવાણાએ મુલાકાત લીધી
સાબરકાંઠા જિલ્લાની ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ઈડર ખાતે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં ગાંધીનગર રીજીયનના રીજીયોનલ ડેપ્યુટી ડાયરેકર શ્રી ડો. સતિષ મકવાણાએ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ચીનમાં ચાલી રહેલ રોગાચાળા અંતર્ગત હોસ્પિટલમાં કાર્યરત PSA plant, ઓક્સિજન પ્લાન્ટ, ઇન્ડોર વોર્ડની જરૂરી તૈયારી, જરૂરી દવાઓ અંગે જરૂરી તપાસ કરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ મુલાકાત સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( pmjay ) અને ડાયાલીસીસની જરૂરતમંદ લાભાર્થીઓને સેવાઓ મળી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન કર્યુ હતું.

હોસ્પિટલ ખાતે કાર્યરત ઓ.પી.ડી, ઇન્ડોર, પ્રસુતિ, લેબોરેટરી, બ્લડ સ્ટોરેજ જેવી વિવિધ આરોગ્ય સેવાઓ ગુણવતાયુકત રીતે મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારી -કર્મચારીઓને સૂચના કર્યા હતા.
આ મુલાકાત સમયે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજ સુતરીયા, ઇડર ડિસ્ટ્રીકટ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 153829
Views Today : 