હિંમતનગર જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ ખાતે ત્રી દિવસીય ગાયનેકોલોજીસ્ટ સેમિનાર યોજાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતના ગાયનેકોલોજિસ્ટનો સેમિનાર યોજાયો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આરોગ્યના સંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રસંગ મહત્વનો છે ગુજરાતમાં અત્યારે આઠ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે. અત્યારે જે ડોક્ટરો છે તેઓ જીતી વખતે ખૂબ જ મહેનત કરીને મેડિકલમાં એડમિશન લીધા હતા. તે વખતે 1100 થી 1200 ડોક્ટરો દર વર્ષે બનતા માટે તે વખતે ખૂબ જ મહેનત કરીને બનેલા આ ડોક્ટરો છે.
ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાથી દરેક યુવાને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા મળશે. સાથે સરકાર દ્વારા પણ સ્કોલરશીપ આપે છે. આરોગ્ય ક્ષેત્રે માં કાર્ડ વાત્સલ્ય કાર્ડ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય વીમા કવચ પૂરું પાડ્યું છે ભવિષ્યમાં સરકાર દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવામાં આવશે.
આ પ્રસંગે ડૉ. શરદ ઠાકરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ કોલેજના ડિન, ડો. મહેન્દ્ર સોની, ડો. કામિની તેમજ મોટી સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર :-વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891