Wednesday, October 23, 2024

સાબરકાંઠાના રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો

સાબરકાંઠાના રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો

 

સાબરકાંઠા જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે ,

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ની જેમ તાજેતરમાં 28 ડિસેમ્બર 2023 ના રોજ ધીરુભાઈ અંબાણીની જન્મ જયતીને ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે સહભાગી સંસ્થા નરોત્તમ લાલભાઈના સંયુક્ત ઉપક્રમે ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ મળે તે ઉદેશ્યથી હિંગઠિયા ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું.

 

પ્રસ્તુત કાર્યક્રમ સંસ્થાના પ્રોજેકટ કાર્યક્ષેત્રના પોસીના અને ખેડબ્રહ્મા તાલુકાના ગામો 500 જેટલા ખેડૂત મિત્રો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો

ઉપરોક્ત કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના આત્મા વિભાગના ડાયરેક્ટરશ્રી વી.કેં. પટેલ સાહેબના ના અધ્યક્ષતા હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં બને સંસ્થાઓ કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ,ખેતી લક્ષી માર્ગદર્શન અને ખેતી લક્ષી યોજના વિષયક માર્ગદર્શન મેળવવા સફળ થયા હતા

 

પ્રસ્તુત કાર્યક્રમમાં શ્રેષ્ઠ સક્રિય ખેડૂત આગેવાનોની કામગીરીને બિરદાવીને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે તેમના અનુભવોની ચર્ચા કરવાનો પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

 

ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ વનબંધુ પોલીટેક્નિક કોલેજ ખેડબ્રહ્માના આચાર્યશ્રી ડો જે.આર.પટેલ સાહેબ દ્વારા ખેડૂતો ને ઓર્ગેનીક ખેતીની સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણો ,કે.વી.કે.ના વિવિધ નિદર્શનો તથા ઓર્ગેનીક ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો

 

પ્રસ્તુત કાર્યક્રમના અધ્યક્ષ સાથે સહભાગી થયેલ આત્મા વિભાગના ડેપ્યુટી ડાયરેકટરશ્રી વી.કે પટેલ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ આપવા સરકારી વિભાગોના માર્ગદર્શન થકી આગળ વધો તેવી હાકલ કરી હતી

 

કાર્યક્રમમાં અમુલ ડેરીના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના ઓર્ગેનિક વિભાગ સાથે જોડાયેલ ડો રાહુલભાઈ પટેલ દ્વારા ઓર્ગેનિક ખેતીનું મહત્વની સાથે સાથે અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ અને તેના પરિણામ વિશે ઉંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી

 

ઉપરાંત નરોત્તમ લાલભાઈ સંસ્થાના ચીફ મેનેજરશ્રી સંસ્થાની કામગીરી દ્વારા કાંતિભાઈ પટેલ દ્વારા સંસ્થાની કામગીરી દ્વારા ખેતી અને પશુપાલન વ્યવસાયમાં શુ બદલાવ લાવી શકાય તે અંગે ઉંડાણ પૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી.

 

પ્રસ્તુત કાર્યક્રમમાં સખી મંડળની બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત કરેલ નારિયેળ રેસાની વિવિધ વેરાયટી અને ચપલનો સ્ટોલ સ્ટોલ મૂકીને અન્ય બહેનોને પ્રેરણા પુરી પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

 

કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થાની ટીમ દ્વારા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores