તા .12/01/2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા અયોધ્યા દર્શન કાર્યક્રમ અંતર્ગત અતીથીગૃહ હિંમતનગર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી શ્રી જયસિંહ ચૌહાણ, જીલ્લા પ્રભારીશ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, જીલ્લા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રીઓ ની અધ્યક્ષતા માં બેઠક યોજવામાં આવી

જેમાં 14 થી 21 તારીખ દરમિયાન જીલ્લા નાં દરેક ગામ, શહેરોમાં શ્રી રામજ્યોતિ સાથે અક્ષત લઈને જે જે વિસ્તારો બાકી રહેલ છે ત્યાં અક્ષત વિતરણ કરવા ઘર ઘર સંપર્ક કરવા મંડલ કક્ષા એ યોજના બનાવવા અંગે હોદ્દેદારશ્રીઓ એ સુચનો કર્યા

તેમજ વિવિધ વિસ્તારમાં વડીલશ્રી ઓ માટે શ્રીરામ જન્મભૂમિ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું લાઈવ પ્રસારણ થાય તેવું આયોજન કરવું અને સમગ્ર જીલ્લો રામમય બને તેવા તમામ સુચારુ પ્રયત્નો કરવા અંગે સુચનો પ્રાપ્ત કર્યાં.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891



 
                                    




 Total Users : 143138
 Total Users : 143138 Views Today :
 Views Today : 