Sunday, December 22, 2024

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત એ કલ્યાણા ગામના અનુસુચિત જાતિ વિસ્તારની મુલાકાત લીધી

*કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત એ કલ્યાણા ગામના અનુસુચિત જાતિ વિસ્તારની મુલાકાત લીધી*

 

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના નાયી સમાજના સામાજિક કાર્યક્રમ પ્રસંગે પધારેલ રાજ્ય સરકારના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પધાર્યા હતા તેઓએ આ પ્રસંગે તાજેતરમાં સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ ના હોદેદારો અને કારોબારી સભ્યશ્રીઓએ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર માનનીય મંત્રીશ્રીના કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ની લીધેલ શુભેચ્છા મુલાકાતને યાદ રાખી કલ્યાણાના સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના ઉત્સાહી પ્રમુખશ્રી આનંદ ચૌહાણ ને જાણ કરી હતી આનંદ ચૌહાણ એ કલ્યાણા ગામના રોહિતવાસમાં પધારવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને આમંત્રણ આપ્યું હતું જે આમંત્રણ ને માન આપી અનુસુચિત જાતિ ના રોહિતવાસ માં પધાર્યા હતા જ્યાં ટૂંકી નોટીસમાં સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના ઉત્સાહી પ્રમુખશ્રી આનંદ ચૌહાણએ કાર્યક્રમ ગોઠવી માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું ઢોલ નગારા સાથે તેમજ નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત સન્માન કરી રોહિતવાસ માં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ માં લઇ જઇ બેઠક કરી હતી મહોલ્લા ના આગેવાન અને નિવૃત્ત જિલ્લા નોંધણી નિરીક્ષક અને સ્ટેમ્પ ડ્યુટી ક્લેક્ટર શ્રી ખેંગારભાઈ ચૌહાણ, સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના કારોબારી સભ્યો એ પટોળા ના ખેસ થી

કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કર્યું તેમજ કલ્યાણા ગામના પૂર્વ સરપંચ મહેશભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સિદ્ધપુર ના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રમેશભાઈ ચૌહાણ વિગેરે એ મંત્રી શ્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ પ્રસંગે પૂર્વ સરપંચ હરગોવનભાઈ પટેલ, પૂર્વ ઉપસરપંચ ભૂપેન્દ્રસિંહ વાઘેલા, સુરપાલસિંહ રાજપૂત વિગેરે મોટી સંખ્યામાં ગામના આગેવાનો, મહોલ્લાના આગેવાનો, ભાઈઓ બહેનો, સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. ટૂંક જ સમય માં કાર્યક્રમ ગોઠવવા બદલ સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના સભ્યોની માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સંસ્થાની સરાહના કરી હતી અને યુવાનોને પ્રેરણા આપી હતી તેમજ સંસ્થાને જ્યાં પણ તેઓની જરૂરિયાત જણાય ત્યાં મદદરૂપ થવા જણાવ્યું હતું. સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..

અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores