*રાજકોટ શહેર WPC મહિલા શી-ટીમ ની સરહનીય કામગીરી*
મહિલા શી ટીમ આજીડેમ વિસ્તારની અવારું જગ્યા ઉપર પેટ્રોલિંગ માં હોઈ તે દરમિયાન 15/30 વાગ્યાં ની આસ પાસ આજીડેમ ની ઝૂંપળ પટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગ માં માં હોઈ તે સમય આશરે 69 વર્ષ સીનિયર સીટીઝન રોડ ઉપર પડેલ હોઈ તે દરમ્યાન જાણ થતા માથાના ભાગે લોહી નીકળતું હોઈ તથા હાથ પર ઇજા થયેલ તેમજ રડતા જોઈ તેમની સાથે તેમના દીકરાનો દીકરો 8 વર્ષ નો હોઈ એક અજાણી વ્યક્તિ રીક્ષા ચાલક ઠોકર લગાડી ને નાસી ગયેલ હોઈ તે સમય દરમ્યાન મહિલા શી-ટીમ ત્યાં પસાર થતા શી-ટીમ ના ડ્રાઈવર ભાવનાબેન ની નજર પડતા રોડ પર કોઈ વૃદ્ધ નાગરિક ઇજા પામેલ છે તે દરમ્યાન અમો *WPC જાગૃતિબેન* તથા શી-ટીમના ડ્રાઈવર ભાવનાબેન સ્થળ પર પહોંચી તેમને પૂછતા તેમનું વાહન લઈને પોતાના ઘરે જતા હોય ત્યારે એક રીક્ષા ચાલક તેમને ઇજા પહોંચાડી નાસી ગયેલ તેમ જણાવેલ તેમનું નામ પૂછતા પોતે ગોવિંદભાઇ બુટાભાઈ ઉંમર વર્ષ 69 રહે ચૂનાવાડ ચોક શેરી નંબર 6 રાજકોટ તેમ જણાવેલ તે સમય દરમ્યાન દાદા ને તેમજ દીકરા ના દીકરા ને શી ટીમ ની ગાડી માં સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી માં ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલ તથા તેમના દીકરાઓ ને ફોન થી જાણ કરી સિવિલ હોસ્પિટલ બોલાવી તેમને એડમિટ કરાવ્યા