Monday, December 23, 2024

વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનો દ્વારા અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી

વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનો દ્વારા અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી

વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનો દ્વારા જમવાનું રામ રહીમ મા આપી ગરીબ વિસ્તારમાં ગરીબોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે તા.૨૨ જાન્યુઆરીના દિવસે તેમજ રાત્રે અયોધ્યામા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે લોક વિસ્તારના યુવા કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ દરેકના ઘેર ઘેર રામ મંદિર માટે ઘરે ઘરે ફરી ચોખા અને રામ મંદિર ની આમંત્રણ પત્રિકા તેમજ આમંત્રણ ગામલોકો ને આપવામાં આવેલ તથા રાત્રે રામ ધૂન તેમજ આરતી અને ભજન નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તથા વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનો દ્વારા હર્ષોલ્લાસ સાથે આયોજન કરી સમસ્ત લોક વિસ્તાર દ્વારા આયોજિત ગામ અયોધ્યા રામ મદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આરતી રામ ધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું તથા ગામના લોક વિસ્તારના તમામ યુવાનો વડીલો માતાઓ બહેનો અને બાળકો દ્વારા રામ ધૂન તથા ભજન કરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ જમણવાર ભોજન પ્રસાદ મા લાડુ દાળ ભાત શાક પુરી નુ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો તેમજ પાટણમા રામ રહીમ મા ગરીબ વિસ્તારમાં ગરીબોને ભોજન પ્રસાદ આપી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું તેમજ વામૈયા ગામના લોક વિસ્તારના નાયી, દેસાઈ, બ્રાહ્મણ, લુહાર, પંચાલ, ગોસ્વામી, પ્રજાપતિ, સમાજના ભાઈઓ બહેનો વિડીલો યુવાનો બાળકો દ્વારા ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વામૈયા ગામના લોક વિસ્તારના તમામ યુવાનો દ્વારા કાર્યક્રમનુ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

આ પ્રસંગે વામૈયા લોક વિસ્તારના ગામના તમામ વડીલો તથા યુવાનો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તમામ નો વામૈયા ગામના લોક વિસ્તાર ના યુવાનો ને સાથ સહકાર આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યુઝ પાટણ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores