અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત સંગઠનના 150 પદાધિકારીઓ 10/02/24 ના રોજ રવાના થયાં
શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શન કરવા માટે સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા પ્રસ્થાન કર્યું. ભારતીય સમાજ છેલ્લા 500 વર્ષો કરતાં પણ વધુ સમયથી શ્રી રામ ના જન્મ સ્થાન પર ભવ્ય રામમંદિર નિર્માણ ની રાહ જોઈ રહ્યો હતો હજારો બલિદાનો તથા સેંકડો આંદોલનો ના અંતે એજ જન્મ સ્થાન પર ભારતીય સમાજ નું આસ્થા કેન્દ્ર એવું ભવ્ય શ્રી રામમંદિર નું નિર્માણ થઈ ચુક્યું છે ત્યારે દરેક ની ઈચ્છા ભવ્ય શ્રી રામચંદ્રજી ભગવાન ને બાળ સ્વરૂપ નિહાળવા ની હોય જ ત્યારે ભારત ના ભવ્ય ભૂતકાળ ને પોતાના વર્ગખંડમાં ભણાવતા અને રાષ્ટ્ર પ્રથમ ની થીયરી ને કેન્દ્ર માં રાખી સમગ્ર ગુજરાતમાં શિક્ષકો ના સૌથી મોટા શિક્ષક સંગઠન તરીકે કામ કરતું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ એના પ્રમુખ પદાધિકારીઓ* તેમજ સાબરકાંઠા જિલ્લામાંથી પ્રાથમિક સંવર્ગમાંથી શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, કૈલાસબેન બ્રહ્મભટ્ટ, કિરીટભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ, હર્ષાબેન પરમાર, મનોજભાઈ પંડ્યા અને માધ્યમિક સંવર્ગમાંથી શ્રી મહેશભાઈ ભટ્ટ તથા આચાર્ય સંવર્ગમાંથી શ્રી ગૌતમભાઈ ભટ્ટ અયોધ્યા ગયા છે અયોધ્યા થી નવી ઉર્જા પ્રાપ્ત કરી ગુજરાતનું સંગઠન શિક્ષકો ના પ્રશ્નો ને વાચા આપી શકે અને રચનાત્મક કાર્યો દ્વારા રાષ્ટ્ર હિત નું કામ કરી શકે એવી ભગવાન શ્રી રામ પાસે શિશ નમાવી પ્રાર્થના કરશે

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150663
Views Today : 