સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, સભાખંડ હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગુજરાત માહિતી આયોગના રજીસ્ટ્રારશ્રી પ્રકાશ મોદીએ માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત પ્રો-એકટીવ ડિસ્કલોઝરના ઇન્સ્પેકશન અંગે વિસ્તારે ચર્ચા કરી હતી. બેઠકમાં પી.એમ.જનમન યોજના,સી.એમ.ડેશબોર્ડ અંતર્ગત આવતા કે.પી.આઈ. સેગમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પેન્શન કેસ,સરકારી લેણાની વસુલાત,કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી.પાટીદાર,પ્રાયોજના વહિવટદારશ્રી વિશાલ સક્શેના સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891