જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષામાં કુલ ૧૦૨૫ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રેક્ટીકલ પરીક્ષા સવારે ૧૦:૦૦થી ૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ એમ બે સેશન દરમિયાન યોજાઈ હતી. આ પ્રેક્ટીકલ પરીક્ષામાં કુલ ૧૦૨૯ વિધ્યાર્થીઓ પૈકી ૧૦૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ચાર વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં કુલ ૪૦૦ પૈકી ૩૯૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ત્રણ વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૪૦૦ પૈકી ૩૯૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે એક વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. જીવ વિજ્ઞાન વિષયમાં ૨૨૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 164070
Views Today : 