*બોટાદમાં જય સિદ્ધનાથ આઈ.સી.યુ અને પ્રસુતિગૃહનો આજે શુભારંભ*
બોટાદમાં જલમીન શોપિંગ હવેલી ચોક ખાતે જય સિદ્ધનાથ આઈ.સી.યુ અને પ્રસુતિગૃહનો શુભારંભ યોજાયો.
આધુનિક સુવિધાઓથી સુસજ્જ
સિધ્ધનાથ ICU & પ્રસુતિગૃહનું વાસ્તુ પૂજન તેમજ શુભ ઉદ્ઘાટન સંવત ૨૦૮૦, મહા સુદ પૂનમ, શનિવાર તા.૨૪-૦૨-૨૦૨૪ ના રોજ પ.પૂ.ગુરૂજીશ્રી બાબુપુરી કલ્યાણપુરી ગોસાઈના હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .આ તકે ગઢડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ ખાચર.બોટાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહસુબભાઇ દલવાડી ,ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટભાઈ ખવડ ,પ્રદ્યુમ્નભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા હતા.પ્રતાપભાઈ ખાચર દ્વારા ડો.એલ.કે. મકવાણા સાહેબને દાદા ખાચર વંશજ દ્વારા ફૂલ હાર અને પ્રસાદી ,સ્વામિનારાયણ ભગવાનની છબી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટભાઈ ખવડ દ્વારા ડો.એલ.કે મકવાણા સાહેબને શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા.
બોટાદમાં જલમીન શોપિંગ હવેલી ચોક ખાતે જય સિદ્ધનાથ આઈ.સી.યુ અને પ્રસુતિગૃહમાં નીચે મુજબના ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.
ડૉ.એલ. કે. મકવાણા M.D.(Gynec) (સ્ત્રીરોગ નિષ્ણાંત)
બોટાદમાં અગીયાર વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરવાનો અનુભવ.
ડૉ.પુષ્પા એલ.મકવાણા M.D. (એનેસ્થેટીક)
બોટાદમાં નવ વર્ષથી એનેસ્થેટીક તરીકે તેમજ પાંચ વર્ષથી સિધ્ધનાથ હોસ્પીટલ & ICU માં ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ તરીકે કામ કરવાનો અનુભવ.
ડૉ. બી.કે.મકવાણા (B.A.M.S) આયુર્વેદ કન્સલ્ટન્ટ
શરદી, ઉધરસ, શ્વાસરોગ, ગેસ-કબજીયાત, એસીડીટી, સાંધાનો દુઃખાવો, ખીલ, ડાઘ, ખરતાંવાળ, ખંજવાળ, ચામડી રોગો વગેરેની આયુર્વેદ સારવાર.
ડૉ.નીરૂબેન બી.ડાભી (B.D.S) ડેન્ટલ સર્જન
દાંત કાઢવાની સારવાર | દાંતની છારી દુર કરવાની સુવિધા દાંતના મુળીયાની સારવાર | દાંત બેસાડવાની સારવાર દાંતમાં ડાયમંડ ફીટ કરવાની સુવિધા એકસ-રે મશીન તથા કોમ્પ્યુટરાઈઝ RVG ની સુવિધા.
ડો. રોશની પટેલ સોમાણી M.D. (Ped) M.B.B.S. (એમ. પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર)
M.D. (L.G. હોસ્પિટલ, અમદાવાદ) S.R. એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર)
હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર/સુવિધાઓ
• સ્ત્રીરોગ, પ્રસુતિ અને તેને લગતા સ્ત્રીરોગની સારવાર
* 30-AD અને કલર ડોપ્લર સોનોગ્રાફી ક્લિનીક.
• ગર્ભાશયની કોયળોનું ટાંકાવાળુ/ટાંકાવગરનું ઓપરેશન
* બાળરોગ વિભાગ
* સેમી સ્પેશ્યલ,A.C.ડીલક્ષ રૂમ અને સ્યુટ રૂમની સુવિધા.
• સ્ટ્રેચર લીફ્ટની સુવિધા,
• ઝેરી દવા પીધેલા, સાપ-વીંછી કરડેલાની સારવાર
* હૃદયરોગ, શ્વાસરોગ, ડાયાબીટીસ, B.P.ની સારવાર
* મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઇફોઇ, કમળાની 1.C.U. સારવાર
* પક્ષાઘાત (લકવો) અને મગજમાં તાવની સારવાર
* દાંત વિભાગ તથા આયુર્વેદ વિભાગ
* સેન્ટ્રલ ઓક્સીજન લાઈન.
* વાહન પાર્કિંગની વિશાળ જગ્યા.
શ્રી કરમશીભાઈ રામજીભાઈ મકવાણા ,શ્રીમતિ મધુબેન કરમશીભાઈ મકવાણા ,ડો.બી. કે. મકવાણા (B.A.M.S.),ડૉ.એલ.કે. મકવાણા (M.D.) ,ડૉ.પુષ્પા એલ. મકવાણા (M.D.), દેવલબેન બી. મકવાણા તેમજ મકવાણા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
અહેવાલ કનુભાઈ ખાચર