જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે નવા એમ.આર.આઇ મશીનનું લોકાર્પણ કરાયું

સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગર ખાતે આવેલ જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ- સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા તેમજ આસપાસના જિલ્લાઓના દર્દીઓ માટે જીવા દોરી સમાન બની રહી છે. અત્યાધુનિક મશીનરી થી સુસજજ એવી મેડિકલ કોલેજ ખાતે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના હસ્તે નવા એમઆરઆઇ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, હિંમતનગર મેડિકલ કોલેજ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે મેડિકલ કોલેજ ખાતે નવીન એમઆરઆઇ મશીન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને એમ આર આઈ માટે હજારો રૂપિયાનો ખર્ચ બહાર કરવો પડશે નહીં. સીટી સ્કેન અને એમ આર આઈની સુવિધા મેડિકલ કોલેજ ખાતે થવાથી અભણ અને ગરીબ દર્દીઓને અહીં તહીં ભટકવું પડશે નહીં.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થવાથી અનેક દર્દીઓને લાભ થશે. ડોક્ટરોને દર્દીઓને પરિજન સમજી સેવા કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવે, સી.ડી.એમ.ઓ. શ્રી બળદેવભાઈ પટેલ, મેડિકલ કોલેજના ડીનશ્રી, અગ્રણી શ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી વિજય પંડ્યા મેડિકલ કોલેજના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 153870
Views Today : 