Sunday, December 22, 2024

રાજસત્તા અને ધર્મ સત્તા નો શુલભ સુમેળ ભવ્ય સન્માન સમારોહ

*રાજસત્તા અને ધર્મ સત્તા નો શુલભ સુમેળ ભવ્ય સન્માન સમારોહ*

 

આજરોજ પરમ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે અમાવસ્ય ના દિવસે ૬ જિલ્લાના ક્ષત્રિય સમાજ ના આગેવાનો દ્વારા રાજ્ય સભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા નું સન્માન કરાયુ હતું પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં વિહળ પરિવાર,ક્ષત્રિય સમાજ ના આગેવાનો ઉપરાંત બોટાદ જીલ્લા ભાજપ સંગઠન ના સૌ કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યા માં હાજર રહેલા આમ આ ભવ્ય સન્માન સમારોહ નું આયોજન થયું હતું ત્યારબાદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, નામદાર મહારાણી સાહેબા શ્રી યોગિનિકુમારિબા, પૂજ્ય શ્રી બા તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ અને પૂજ્ય શ્રી ગાયત્રીબા એ સાથે પ્રસાદ લીધો હતો અને શ્રી કેશરીદેવસિંહજી એ જગ્યા ની વ્યવસ્થા અને અમાવસ્ય નો મેળો જોઈ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores