આગામી ૧૩ માર્ચે જિલ્લામાં વડાપ્રધાનશ્રી નો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાશે
કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં આગામી ૧૩ મી માર્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ રાજ્યકક્ષા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ થશે.દેશના ૫૨૨ જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઇ કામદારોને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ તથા “નમસ્તે” યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને “પીપીઇ કીટ” વિતરણ કાર્યક્રમ ડૉ.નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ, હિંમતનગર ખાતે યોજાશે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ અંતર્ગત યોજાનાર વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલાની અધ્યક્ષતામાં અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોને કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભારત સરકારના નિમણૂંક થયેલ નોડેલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891