Wednesday, October 23, 2024

સાબરકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક યોજાઇ

સાબરકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક યોજાઇ

સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તે માટે સંબંધિત વિભાગે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેમજ સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ નો ઉપયોગ સબંધિત હેતુ માટે થાય તે જરૂરી છે.

 

દિશાની બેઠકમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, ગટરના પ્રશ્નો,ટ્રાફિકના પ્રશ્નો, જનની શિશુ સુરક્ષા યોજના,સરવે કામગીરી, આંગણવાડીના મકાન અંગે,પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન,મધ્યાહન ભોજન,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, નળ સે જળ યોજના, સીડીપીઓની ભરતી, સહિત વિવિધ વિભાગોની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા,નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી લીનાબેન નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,સહિત વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores