*બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર ના મુખ્ય માર્ગો CCTV કેમેરા થી સજ્જ કરાશે*
ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો તાલુકો છે. જેમાં ચોરી, લૂંટ અને અકસ્માત જેમાં અજાણ્યા વાહન ચાલકો અન્ય વાહનને ટક્કર મારી ફરાર થઈ જાય છે. જે ગુનાની શોધ કરવી પોલીસ માટે ઘણી મુશ્કિલ પણ છે. આવા ગુનાનું પગેરું મેળવવા માટે પોલીસની મદદ ત્રીજી આંખ કરતી હોય છે. જેને લઇ ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ.ટી.પટેલે રવિવારે ધાનેરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી તેમજ ચેરમેનને ધાનેરા પોલીસ મથકે બોલાવી તેમની પાસે જરૂરી અને મહત્વની જરૂરિયાતને લઈ સહકાર માંગ્યો છે. જેના થકી ગુનાહિત પ્રવૃતિને અટકાવી શકાય અને જો કોઈ ગુનાહિત પ્રવૃતિ થાય તો તેને શોધી શકાય આ મામલે ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા માર્ગો અને ધાનેરા શહેરમાંથી બહાર જતા માર્ગો પર આધુનિક અને નવી ટેકનોલોજી સાથેના સીસી કેમેરા મુકાય તેને લઈ આયોજન કરાયું હતું. જેમાં પ્રમુખ કર્મચારી પ્રેમાભાઈ તરક ધાનેરા તાલુકાની દૂધ મંડળીએ આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી.
*ગુનાહિત પ્રવૃતિને અટકાવવા દૂધ મંડળીના સહયોગથી કેમેરા લાગશે*
ધાનેરા પોલીસ મથકે રવિવારે ધાનેરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી તેમજ ચેરમેન સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ધાનેરામાં ગુનાહિત પ્રવૃતિને રોકવા તાલુકાની દૂધ મંડળીના સહયોગ સાથે ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા માર્ગો પર 18 જેટલા પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવાશે……*એહવાલ અલ્તાફ મેમન પાલનપુર બનાસકાંઠા