Wednesday, October 23, 2024

થરાદ તાલુકાના લુવાણા (કળશ) ગામે ફાગણ સુદ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા ના શુભ દિવસે રાત્રે જાગરણ તેમજ મહા પ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

થરાદ તાલુકાના લુવાણા (કળશ) ગામે ફાગણ સુદ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા ના શુભ દિવસે રાત્રે જાગરણ તેમજ મહા પ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

 

આજે ફાગણ સુદ અગિયારસ ના શુભ દિવસે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે કરવડ પરિવાર તરફથી વીર બાપસીના આશીર્વાદથી કરવડ ગેનાજી ગણેશજી માજી સરપંચશ્રી ને ત્યાં એકાદશી ને રાત્રી ‌જાગરણ‌ કરવામા આવ્યો હતો ગામમાં તમામ ગ્રામજનોને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું એક ગાડી લીલો ઘાસચારો એકાદશીના દિવસે ગૌ માતાને ભેટ આપવામાં આવ્યો હતો તમામ ગ્રામજનો તેમજ આભાર વ્યક્ત કરી ભજન સંધ્યા ચાલુ કરવામાં આવી હતી ભજન કલાકાર સિંગર રાજસ્થાનના પ્રખ્યાત કૃષ્ણા રાજ પુરોહિત, ચંદ્રિકાબેન ચૌધરી, સુખીબેન પટેલ બજરંગ ગ્રુપ મ્યુઝિક ગેળા રાજેશ્વર સાઉન્ડ થરા ભજન ની રમઝટ બોલાવી હતી. આમંત્રણ ને માન આપી પધારેલ રાજકીય આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લુવાણા કળશના વતની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ , ગૌમાતાને નિમિત્તે ઘોળમાં આવેલ પૈસા દાન પેટે આપવામાં આવ્યા હતા નરસીભાઈ દવે મહારાજ હનુમાનજીના ઉપાસક છે સાથે સાથે ગૌભક્ત છે અને માતાજીના પૂજારી અને અન્ય કલાકારો સાથે ભવ્યથી ભવ્ય જાગરણ અને ગરબાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ સમસ્ત લાઈવ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ નાં માધ્યમ થી (કૃષ્ણા સ્ટુડિયો લુવાણા -કરસનભાઈ ચૌધરી લુવાણા કળશ) દ્વારા ટેલિકાસ્ટ આપવામાં આવ્યું હતુ.

પત્રકાર નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores