સાબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા મોડાસામાં કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા
જો કે આ દરમિયાન ભીખાજી ઠાકોરના સમર્થકો અને ભાજપના કાર્યકરોએ કમલમના ગેટ પર પહોંચી ગયા હતા જોકે તેમને અંદર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો આ બાદ કાર્યકરોએ ગેટ પર જ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો જેને લઇને શોભનાબેન બારૈયા સમર્થકોથી ડરીને કમલમના પાછળના દરવાજેથી ભાગી ગયા હતા. પોલીસ દ્વારા નારાજ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો
ભાજપના નારાજ સમર્થકોએ કમલમના ગેટ આગળ પાર્ટીની ટોપી અને ખેસ ફેંકી દીધા હતા અંદાજે 100 જેટલા કાર્યકરોએ કમલમ ખાતે પહોંચીને ભીખાજી માટે ટિકિટની માગણી કરી હતી હવે જોવાનું રહેશે કે ભાજપ સાબરકાંઠા લોકસભા બેઠક પર કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પાર્ટી શું પગલાં ભરે છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 158263
Views Today : 