Wednesday, October 23, 2024

સાબરકાંઠા જિલ્લામાં ૩૪૦૦થી વધુ મહિલા કર્મિઓએ પોલીંગ સ્ટાફની તાલીમ લીધી

સાબરકાંઠા જિલ્લામાં ૩૪૦૦થી વધુ મહિલા કર્મિઓએ પોલીંગ સ્ટાફની તાલીમ લીધી

 

૨૭ હિંમતનગર અને ૨૯ ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ

 

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ૨૭ હિંમતનગર અને ૨૯ ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં મહિલા પોલીંગ સ્ટાફની તાલીમ યોજાઇ હતી. ચારે વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૩૪૯૪ મહિલા કર્મિઓને પોલીંગ સ્ટાફની તાલીમ અપાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સર્વે મહિલા કર્મિઓને આત્મવિશ્વાસ સાથે ચૂંટણીની કામગીરી કરવા માર્ગદર્શન આપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.

 

આ પ્રસંગે માસ્ટર ટ્રેનર દ્રારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

 

આ સાથે ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૯૫૧, ૨૮ ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૮૦૧ અને ૨૯ ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં ૯૫૧, ૩૩ –પ્રાંતિજ ૭૯૧ મહિલા કર્મિઓને પોલીંગ સ્ટાફની તાલીમ યોજાઇ હતી. આમ જિલ્લાના કુલ ૩૪૯૪ મહિલા કર્મિઓને પોલીંગ સ્ટાફની પ્રથમ તાલીમ યોજાઇ

 

આ તાલીમમાં તમામ વિધાનસભા વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધીકારીશ્રી, મામલતદારશ્રી સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores