વડાલી પોલીસની શી ટીમ ની ઉમદા કામગીરી સામે આવી
વડાલી તાલુકાના વડગામડા ગામેથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવતી વડાલી પોલીસની શી ટીમ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ ના સુચનાથી સાબરકાંઠા જિલ્લામાં ગુમ થયેલ બાળકો તથા અસ્થિર મગજની મહિલાઓને શોધી તેઓને તેમના પરિવાર ને સોંપી સૂચના આપવામાં આવી હતી જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ શી ટીમ ના સભ્યો તેમજ પી એસ આઇ જે એમ રબારી સાહેબ તે દિશામાં સતત વૉચ રાખતા હતા
તારીખ 04 /04/2024 ના રોજ રાત્રિના સમયે ઓ પી ઇન્ચાર્જ ને બાતમી મળતા વડગામડા ગામે તળાવની પાળ ઉપર એક અસ્થિર મગજની મહિલા બેઠેલી હતી જે હકીકત આધારે શી ટીમ ના સભ્ય વુ પો કો જશોદાબેન રામજીભાઈ ની સાથે પોલીસ સ્ટાફના માણસો સાથે વડગામડા ગામે તળાવની પાળ ઉપર જતા એક મહિલા બેઠેલી હતી જે અસ્થિર મગજની લાગતા સદરી મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી બેસાડી પાણી પીવડાવી તેમજ ભોજન કરાવીને તેના તેમજ તેના વાલી વારસ અને સરનામુ વિશે પૂછપરછ કરતા પોતે પોતાનું નામ રાજકીબેન જણાવ્યું તેમ જ પોતે ભોજાભાઇ રહે કંથારપુરા તાલુકો ખેડબ્રહ્મા ની દીકરી છે તેવું જણાવ્યું કંથારપુરા ખાતે તેમના પિતાજી નો સંપર્ક કરી સદરી મહિલાનો કબજો તેના પિતા ભોજાભાઇ ગમનાભાઇ ગમાર તાલુકો ખેડબ્રહ્મા ને સોંપવામાં આવી
આશરે ઉંમર વર્ષ 25 ની અસ્થિર મગજની મહિલાને વડાલી પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવી ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891