“માલપુર થશે સુંદર સ્વચ્છ, નાગરિકો બને સુરક્ષિત સ્વસ્થ!”
આજ રોજ માલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં-૧૦ (અનુસૂચિત વિસ્તાર) માં માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય અને હર હંમેશા પ્રજાહિતના કામો માટે તત્પર રહેતા મહિલાપ્રમુખશ્રીમતિ ભાગ્યશ્રીબેન પંડ્યા ની ગ્રાન્ટ માંથી રસ્તા ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અવસરે માલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા,માલપુર સરપંચ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય, ઉપસરપંચ પિયુષભાઈ ત્રિવેદી, અરવલ્લી યુવા મોરચા જિલ્લાઓ ઉપપ્રમુખ અને યુવા નેતા શ્રી હર્ષુભાઈ પંડ્યા,અરવલ્લી જિલ્લા પંચાયત માલપુર સીટના ડેલીકેટ શ્રી રાજનભાઈ પ્રણામી, ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ અને સમાજસેવી શ્રી લાલજીભાઈ ભગત,મહિલા મોરચા પ્રમુખ જોલી બેન,ગ્રામ પંચાયતના સદસ્ય પરેશભાઈ વાઘેલા, પરીક્ષિત ગોર, અમૃતભાઈ વાઘેલા તેમજ અનુસૂચિત જાતિ વિસ્તાર ના આગેવાનશ્રી ઓ તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી