ઈડર પોલીસ દ્વારા જુગારના 3 આરોપીને 41,700 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ હિંમતનગર નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહી તથા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ ઈડર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર તથા આર્મસ એક્ટ જેવા ગુન્હા સુધી કાઢવા ની સૂચનાના આધારે પી એસ આઇ શ્રી પી એમ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા હતા તે દરમિયાન સ્ટાફના અ હે. કોન્સ કિરણસિંહ જગતસિંહ નિકુલસિંહ મહેન્દ્રસિંહ કલ્પેશકુમાર ગોવિંદભાઈ મયુરસિંહ દિલીપસિંહ તથા દિપક સિંહ ના પ્રોહી જુગાર અન્વયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઈડર ટાઉન વિસ્તારમાં આવેલ લેથવાલા કોમ્પ્લેક્સ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂપિયા 11,700 તથા હીરો કંપની સ્પ્લેન્ડર બાઇક અને vivo કંપનીનો મોબાઇલ અન્ય સાધન સાહિત્ય તથા મોબાઈલ સાથે મળી આવી કુલ 41,700 ના મુદ્દા માલ કબજે કરી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં ઇડર પોલીસ ને સફળતા મળી
પકડાયેલા આરોપી નીચે મુજબ
1 જીતુભાઈ ગોવિંદભાઈ હરણીયા રહે સવૈયા નગર વડાલી
2 પ્રભુભાઈ લક્ષ્મણભાઈ હરણીયા રહે લેથવાલા કોમ્પલેક્ષ પાછળ ઈડર
3 મુકેશભાઈ રામજીભાઈ હરણીયા રહે લેથવાલા કોમ્પલેક્ષ પાછળ ઈડર
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891