સાબરકાંઠા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો:
વડાલી શહેરમાં દૂષિત પાણીની સમસ્યા ટૂંક જ સમયમાં ઉકેલાશે.
વડાલી પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં અંતે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. રહીશોના આરોગ્ય સામે તોળાતા જોખમને ધ્યાને રાખી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અઠવાડિયામાં દૂષિત પાણીની સમસ્યા અઠવાડિયામાં ઉકેલવાનો નિર્ણય લેવાયો હતો.
વડાલી મામલતદાર હર્ષવર્ધન પરમારે જણાવ્યું હતું કે, દૂષિત પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈ કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ અપાઇ છે. બેઠકમાં વડાલી તાલુકા ઈન્ચાર્જ ચીફ ઓફિસર, ટીડીઓ, મામલતદાર, આરોગ્ય અધિકારી અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજથી જ ધરોઈ ડેમમાંથી પાણીની સપ્લાય પુનઃ શરૂ કરી દેવાશે. પાણીમાં નિયમિત ક્લોરિનેશન કરવા તેમજ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવા આદેશ અપાયા છે. લાઈનમાં જ્યાં પણ પંચર કે લીકેજ હોય તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની સૂચના અપાઈ છે. GUDMની ટીમને પણ બોલાવી સમગ્ર સિસ્ટમ ચેક કરાવી કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય થશે મામલતદારે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ વડાલીમાં આંતરે દિવસે 2 MLD પાણી અપાઇ રહ્યું છે. પરંતુ યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીને પગલે આગામી એક અઠવાડિયામાં સમગ્ર નગરમાં રાબેતા મુજબ શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરી દેવાશે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 