ભિલોડા શામળાજી હાઇવે પર ગમખ્વાર અકસ્માત.
ભિલોડા શામળાજી હાઇવે આજે લોહીયાળ બન્યો. ભિલોડા પાસે આવેલ ધંબોલીયા ગામે ગમખવાર અકસ્માત સર્જાયો.
લગ્ન સીઝન આજે ભરપૂર હોવાથી ભિલોડા શામળાજી હાઇવે પર ખૂબ જ ટ્રાફિક હતો.
ભિલોડા તરફથી આવી રહેલ એક પલ્સર બાઈક અને શામળાજી તરફથી જઈ રહેલ 407 કે જેમાં ડીજે ભરેલું હતું તે સામસામે અથડાયા. બંને સામસામે અથડાતા જોરદાર ટક્કર સાથે બાઈક સવાર ઉછડીને 407 સાથે અથડાયો. ડીજે ભરેલ 407 બાજુમાં આવેલ ખાડામાં ઊંધી વળી ગઈ.
પલ્સર ચાલક બાઈક સવારનું ઘટના સ્થળેજ કરુણ મોત નિપજયું.
407 માં ભરેલ ડીજે ના સ્પીકરો,જનરેટર બાજુમાં આવેલ ખાડામાં પડ્યું.
407 ના ચાલક સહિત અન્ય વ્યક્તિઓ ઘટના સ્થળેથી ફરાર.
અકસ્માત ની જાણ થતા ભિલોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી.
રિપોર્ટર વનરાજસિંહ ખાટ
અરવલ્લી માલપુર