“ગજાનંદ આશ્રમ માલસર ના પૂજ્ય ગુરુજી નું અરવલ્લી જિલ્લા ના બાયડ ખાતે સ્વાગત કરવા માં આવ્યું..
“ભૂદેવો માટે સુવર્ણ ઈતિહાસ આલેખતા ગુરુજી બાયડ સમૂહ લગ્ન ખાતે આવી પહોંચતા જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.. ગજાનંદ આશ્રમ માલસર ખાતે ભૂદેવો ને કર્મકાંડ ની દીક્ષા આપનારા, નર્મદાના તટે સનાતન ધર્મની સેવા માટે સદૈવ તત્પર રહેનારા,, ગુજરાત બ્રહ્મસમાજ નું ગૌરવ એવાં પૂજ્ય ગુરુજી બાયડ ખાતે ઉપસ્થિત રહેતાં માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા તેમજ બાયડ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી દ્વારા બાયડ નિવાસ્થાને તેઓનું મંત્રોચ્ચાર સાથે ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
. જે પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અરવલ્લી પ્રમુખ અતુલભાઈ મહેતા, સનાતન પરિવાર પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડયા, પરીક્ષિત ગોર, રાજુભાઇ પુરોહિત બાયડ તેમજ અન્ય પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટર વનરાજસિંહ ખાટ
અરવલ્લી માલપુર







Total Users : 156139
Views Today : 