Wednesday, October 23, 2024

મતદાન કરશો તો મળશે વસ્તુની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ

મતદાન કરશો તો મળશે વસ્તુની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ

 

જિલ્લાના વેપારીઓ મતદાન અભિયાનમાં જોડાઇ મતદાન કરવા અપીલ કરી

 

 

મતએ નાગરીકનો અધિકાર છે. મતદાનએ લોકશાહી દેશનું અમુલ્ય અંગ છે. લોકશાહીના આ અવસરમાં સહભાગી થવા જિલ્લાના યુવાનો,મહિલાઓ,વૃધ્ધો, દિવ્યાંગો અને થર્ડ જેન્ડર ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે.ત્યારે જિલ્લાના નાના મોટા વેપારીઓ પણ આ અવસરને આવકારીને જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એક નવીન પહેલ કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં દરેક મતદાર પોતાના અમુલ્ય મતનો ઉપયોગ કરે તે માટે જિલ્લ ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા સ્વીપ નોડલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ શોપ અને રેસ્ટોરન્ટના માલિકોની મુલાકાત કરી મતદાન તા.૭/૫/૨૦૨૪ ના રોજ ખાસ વિશેષ ચીજ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે જેથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સમજૂત કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લામાં મતદારો મતદાન કરશે તો તેને વસ્તુની ખરીદી પર અમુક ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. જિલ્લાના અમુક રેસ્ટોરન્ટ, સેલ્સ સર્વિસ,દુકાનો, મોલ , મેડીકલ તેમજ હોટેલના વેપારીઓ દ્વારા અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વેપારીઓ “મતદાન કરી મેળવો ડિસ્કાઉન્ટ” મતદાન અભિયાનમાં જોડાયા છે. જિલ્લાના વેપારીઓ દ્વારા મતદાનના દિવસે જે મતદાર મતદાન કરીને આવશે તેને વસ્તુની ખરીદી પર અમુક ટકાનું સ્વૈચ્છિક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લાના ગ્રાહકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને પોતાના પરીવાર સાથે લોકશાહીના અવસરમાં સહભાગી બની અવશ્ય મતદાન કરે તે માટે વેપારીઓએ અપીલ કરી છે.વેપારીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના પ્રથમ દિવસે ઇડર તાલુકામાં ૧૦, ખેડબ્રહ્મામાં ચાર, તલોદ છ, પોશીનામાં ચાર, વડાલીમાં એક, વિજયનગરમાં પાંચ, હિંમતનગરમાં છ વેપારીઓ જોડાયા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores