Wednesday, October 23, 2024

સાબરકાંઠા જિલ્લાના ૪૩૦ વયોવૃધ્ધ અને ૧૨૫ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

સાબરકાંઠા જિલ્લાના ૪૩૦ વયોવૃધ્ધ અને ૧૨૫ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

 

 

સાબરકાંઠા જિલ્લાના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા પોસ્ટલ બેલેટ થી બે દિવસ મતદાન કરાવવામાં આવશે.

 

જેના પ્રથમ દિવસે હિંમતનગર મતદાર વિભાગના મતદાન વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવે અને મદદનીશ ચૂંટણી અધિકારી અને હિંમતનગર પ્રાંત શ્રી પાર્થ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

 

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીઓ – ૨૦૨૪માં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ દ્રારા મતદાનના દિવસે મતદારો માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે જેનાથી મતદારો પોતાનનો મત આપી શકે

 

મતદાનના દિવસે મતદાન મથકે જઇ ન શકે તેવા સાબરકાંઠા જિલ્લાના ૪૩૦ વયોવૃધ્ધ અને ૧૨૫ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. જેતે વિસ્તારના બી.એલ.ઓ.ને પોસ્ટલ બેલેટ સાથે મતદારના ઘરે જઈ મતદાન કરાવશે

 

મતવિસ્તાર પ્રમાણે જોઇએ તો ૨૭ હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમા ૮૩ વયોવૃધ્ધ અને ૨૧ દિવ્યાંગો એમ કુલ ૧૦૪

 

૨૮ ઇડર ૧૩૨ વયોવૃધ્ધ અને ૩૯ દિવ્યાંગો એમ કુલ ૧૭૧

 

૨૯ ખેડબ્રહ્મા ૬૫ વયોવૃધ્ધ અને ૨૯ દિવ્યાંગો એમ કુલ ૯૪.

 

૩૩ પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમા ૧૫૦ વયોવૃધ્ધ અને ૩૬ દિવ્યાંગો એમ કુલ ૧૮૬ એમ ૪૩૦ વયોવૃધ્ધ અને ૧૨૫ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

 

જ્યારે અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૮ વૃદ્ધ અને ૨૫ દિવ્યાંગો, મોડાસા વિધાનસભા મત વિસ્તારમાં ૧૬૭ વયુ વૃદ્ધ અને ૫૨ દિવ્યાંગો, બાયડ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૬ વયોવૃદ્ધ અને ૨૭ દિવ્યાંગો ઘરે બેઠા મતદાનનો લાભ લેશે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores