Wednesday, October 23, 2024

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રહી છૂટક મજૂરી કરતા ક્રિષ્નાબેન અને વનરાજભાઈ વર્માના ૬ માસના પુત્ર રાજકુમારને RBSK ની ટીમ દ્વારા જન્મજાત હૃદય ની બીમારી નું નિશુલ્ક ઓપરેશન કરી તકલીફમાંથી મુક્ત કરાવી નવજીવન અપાયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રહી છૂટક મજૂરી કરતા ક્રિષ્નાબેન અને વનરાજભાઈ વર્માના ૬ માસના પુત્ર રાજકુમારને RBSK ની ટીમ દ્વારા જન્મજાત હૃદય ની બીમારી નું નિશુલ્ક ઓપરેશન કરી તકલીફમાંથી મુક્ત કરાવી નવજીવન અપાયું.

 

ઇડર ખાતે રહી છૂટક મજૂરી કરતા પરપ્રાંતીય વનરાજભાઈ અને તેમની પત્ની ક્રિષ્નાબેનને ઘરે એક વર્ષ અગાઉ પુત્રનો જન્મ થયો હતો. જન્મ બાદ રાજકુમાર વારંવાર બિમાર રહેતા છ મહિનાનો હતો ત્યારે ઈડરની વિજયનગર સોસાયટીની આંગણવાડી ખાતે આર.બી.એસ.કે ટીમ દ્વારા તપાસ કરતા તેની હૃદય સંબંધી બિમારી હોવાનું જણાતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું હતું. જ્યાં તેની જન્મજાત હ્રદય સંબંધિત બિમારી જણાત તાત્કાલિક યુ એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવા જણાવ્યું હતું.

 

યુ એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે તપાસ કરાવતા બાળકને બાળપણથી જ હૃદય સંબંધી બિમારી જણાતાં તાત્કાલિક ઓપરેશન કરાવવા જણાવ્યું હતું. જ્યાં બાળકનું ઓપરેશન નિ: શુલ્ક કરવામાં આવ્યું અને ત્યારબાદ આર.બી.એસ.કે ની ટીમ દ્વારા બાળકને સાર સંભાળ લેવાઈ હતી. આ બાળક હાલ એક વર્ષનું થયું છે, હાલ રાજકુમાર તંદુરસ્ત છે તેના તમામ રિપોર્ટ નોર્મલ છે.

 

માતા ક્રિષ્નાબેન અને પિતા વનરાજભાઈ જણાવે છે કે તેમની જોડે જરૂરી સાધનિક પુરાવા ન હોવા છતાં પણ માનવતાના ધોરણે ઈડર આર.બી.એસ.કે ની ટીમ દ્વારા તેમને ખૂબ જ મદદ કરી અને તેમના બાળકને તાત્કાલિક સારવાર અપાઈ જેના કારણે આજે તેમનું બાળક સ્વસ્થ છે જેના માટે તેઓ અને તેમના પરિવાર મોદી સરકારનો ખૂબ ખૂબ આભારી છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores