Saturday, November 23, 2024

હિટવેવ સામે તકેદારી રાખવા લોકોને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અપીલ

હિટવેવ સામે તકેદારી રાખવા લોકોને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અપીલ

 

હાલમાં ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે.

 

જે અનુસંધાને જીલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. તેમજ આગામી ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટની-૨૦૨૪ અંતર્ગત મતદાન યોજાવાનું છે.જેને લઈ જિલ્લાના મતદારો હિટવેવ સામે યોગ્ય તકેદારી રાખે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ અપીલ કરી હતી.

 

વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બિમાર દર્દીઓ, શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.ગરમીમાં તકેદારી રાખવા લોકોને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

*લુ લાગવાના લક્ષણો*

 

● શરીર અને માથાનો દુઃખાવો થવો

 

● શરીરનું તાપમાન વધી જવું

 

◆ ખુબજ તરસ લાગવી

 

● ગરમ, લાલાશ અને શુષ્ક ત્વચા

◆ ઉલ્ટી, ઉબકા થવા

 

● આંખે અંધારા આવવા, ચક્કર આવવા

 

● શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા

 

● અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું

 

 

*લુ લાગવાથી બચવાના ઉપાયો*

 

● ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું

 

● આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા

 

● ટોપી,ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો

 

● ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું

 

● સીધા સૂર્ય પ્રકાશથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું

 

● દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નાળીયેરનું પાણી, ઓ.આર.એસ.વગેરે પીવા

 

● નાના બાળકો, સગર્ભા માતા,વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકામાં વિશેષ કાળજી રાખવી

 

● ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહિ

 

● સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ

 

● ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું

 

● ચા – કોફી, તમાકુ – સિગરેટ, દારૂના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું

 

● માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/દવાખાનાનો સંપર્ક કરવા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores