પાલનપુરના ધાણધા ગામે બાબાસાહેબ આંબેડકર ના ફોટા સાથે ચેડા કરાયા
ધાણધા ગામે રામાપીર મંદિર પાસે લગાવેલા ફોટા પર કોઈ અજાણ્યા ઈસમે ચેડા કરતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઊઠયો છે આ ઘટનાની હિતેન્દ્ર ભોગીલાલ પરમાર દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકામાં આવેલા ધાણધા ગામે રામાપીર મંદિર પાસે બાબાસાહેબ આંબેડકરનું પ્રિન્ટિંગ પોસ્ટર નું લોખંડ નું બોર્ડ મૂકેલું છે જેના પર કોઈ અજાણ્યા ઇસમે સોમવારના રાત્રિના સમયથી મંગળવાર સવાર સુધીના સમય દરમિયાન ચેડા કર્યા હતા જેને લઈ ગામમાં રહેતા લોકોએ ઈસમનો પત્તો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ માહિતી ના મળી આ ઘટનાને પગલે પાલનપુર તાલુકા પોલીસે દોડી આવી અને કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધી તેની શોધખોળ કરવાની તજવીત હાથ ધરી હતી… રિપોર્ટર -અલ્તાફ મેમણ પાલનપુર