યુટ્યુબ ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિયેશન સાબરકાંઠા દ્વારા વિવિધ માંગણીઓ ને લઇ કલેકટર ને આવેદન પત્ર આપ્યું.

સાબરકાંઠા યુટયુબ ઇલેક્ટ્રોનિક મીડિયા માં 100 થી પણ વધુ પત્રકારો કામ કરી રહ્યા છે. જેમાં આજ રોજ વિવિધ માંગણીઓ ને લઇ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં વારંવાર માહિતી વિભાગ દ્વારા યુટ્યુબ પત્રકારો ની અવગણના અને થોડાક સમય અગાઉ યોજાયેલ લોક સભાની ચૂંટણી માં સાબરકાંઠા ના યુટ્યુબ ચેનલ ના પત્રકારો ને પાસ આપવા આવ્યા ન હતા જેને લઇને જોકે અન્ય જિલ્લા ઓ માં યુટ્યુબ પત્રકારો ને પાસ આપવા માં આવ્યા હતા તો શું સાબરકાંઠા માહિતી વિભાગ માં કોના ઇશારે કામ કરવા માં આવી રહ્યું છે શું યુટ્યુબ ના પત્રકારો પત્રકાર ન કહેવાય જોકે માહિતી વિભાગ ના તમામ સમાચાર યુટ્યુબ ચેનલ ના માધ્યમ થી પ્રસારિત થતાં હોય છે તો પછી યુટ્યુબ ચેનલો ની અવગણના કેમ માહિતી વિભાગ દ્વારા કેટલાક ચોક્કસ મોટી ચેનલો વાળા 15 જેટલા પત્રકારો નું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જેમાં એ એ લોકો ને જ પાસ આપવા માં આવે છે
અને જ્યારે પણ જિલ્લા માં કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ હોઈ તો એ લોકો ને જ આમંત્રણ આપવા માં આવે છે જ્યારે યુટયુબ ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકાર એસોિયેશન ના પત્રકારો દ્વારા આ માહિતી વિભાગ ની લાલિયાવાડી ને વખોડી કાઢી છે તેમજ સત્વરે યુટ્યુબ પત્રકારો નું નામ માહિતી વિભાગ માં નોંધવામાં આવે અને યુટયુબ ના પત્રકારો ને લોકસભા ચૂંટણી ના પરિણામ માટે ના પાસ ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ કરવા માં આવી છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 143001
Views Today : 