દાંતા તાલુકાના નાની કુકડી ગામનો યુવક ધરોઈ ડેમમાં ડૂબી જતા મોત થયું
ખેડબ્રહ્મા તાલુકા હદ પર ધરોઈ ડેમમાં નહાવા પડેલ યુવક ડૂબી ગયા નો કોલ ફાયર બ્રિગેડ વિભાગને મળ્યો હતો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર દાંતા તાલુકાના નાની કૂકડી ગામના તરાળ નરેશભાઈ કાળાભાઈ ઉંમર વર્ષ આશરે 40 ના ઓ ધરોઈ ડેમમાં નાહવા માટે ગયા હતા અને પાણી પી જતા ડૂબી ગયા હતા અને મોત થયું હોવાની જાણ પરિવારજનોને થતા ઘટના સ્થળ પર લોકોના ટોળા વળ્યાં હતા જે અંગે ખેડબ્રહ્મા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના સંતોષ પટેલ અને તેમની ટીમ પાણીમાંથી ઉતરીને લાશ બહાર કાઢી હતી જે અંગે વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152604
Views Today : 