Tuesday, December 24, 2024

સાબરકાંઠામાં કે.વી.કે. દ્વારા કોન્ફરન્સ કોલ મારફતે ખરીફ પાક વાવેતર અંગે માર્ગદર્શન તાલીમ યોજાઈ 

સાબરકાંઠામાં કે.વી.કે. દ્વારા કોન્ફરન્સ કોલ મારફતે ખરીફ પાક વાવેતર અંગે માર્ગદર્શન તાલીમ યોજાઈ

 

સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા થકી જોડાઈને પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામવિકાસ માટેની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે , જેમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા , તલોદ અને પોસીના તાલુકાના સિલેકટેડ ગામોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને ખેતી વિષયક બદલાવ લાવવા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.

 

તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં સુધી ડીઝીટલ પ્લેટફોર્મ મારફતે પહોંચી લોકસંપર્ક જાળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આશય સાથે આગામી ખરીફ પાક વાવેતરના પ્રારંભિક સમયગાળામાં ખેડૂતોને ખરીફ પાક વાવેતર અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા માર્ગદર્શન હેઠળ કોનફરન્સ કોલ તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું ,પ્રસ્તુત કોન્ફરન્સ કોલ તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના કૃષિ વૈજ્ઞાનિક પિયુષ કુમાર સરસ સાહેબની અધ્યક્ષતા માં હાથ ધરવામાં આવી

 

જેમાં ખરીફ વાવેતર વિષયક માહિતીમાં બિયારણ,પસંદગી , છાણિયુંખાતર નાખવાંની પદ્ધતિ અંગે ,ઉંડીખેડના ફાયદા ,પાકની ફેરબદલી અંગે તથા શેઢાપાળા સ્વસ્થ રાખવા અંગે માર્ગદર્શનની સાથે સાથે પાકમાં આવતા વિવિધ રોગો સામે રક્ષણ સામે પૂર્વ આયોજન તથા ,બીજ માવજત માટે બીજ રસીકરણ તથા રાસાયણીક ખાતરનો ખપ પૂરતો ઉપયોગ કરીને સંકલિત ખાતર વ્યવસ્થાપન પદ્ધતિ તથા ,સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન પદ્ધતિ, ઉંડી ખેડનું મહત્વ, ઓછા ખર્ચ વધુ ઉત્પાદન અંગેની સમજ, વધુ પડતો રાસાયણીક ખાતરોના વપરાશ પર અંકુશ લાવી વૈકલ્પિક ખાતર તરીકે પદ્ધતિસર બાયો ફર્ટિલાઈઝર ખાતરનો ઉપયોગ કરવા અંગેની માહિતી આપવાનો નોંધપાત્ર પ્રયત્નની સાથે સાથે બેક્ટેરિયાનું મહત્વ સમજાવી આપણી જમીનમાં તેનો વધારો કરવા અંગેની સમજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉપરાંત મગફળી વાવેતર સાથે સંકળાયેલા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉપજ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

કોન્ફરન્સ કોલમાં સાબરકાંઠા જિલ્લાના 200 ખેડૂતો એક કલાક સુધી સહભાગી થઈ , ખરીફ પાક વાવેતર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું, તાલીમના અંતમાં પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સક્રિય ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોનો પિયુષ કુમાર સરસ સાહેબ દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાનો પ્રયત્ન કર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores