ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ પંચાયત ના શિલવાડ ગામમાં ગટર લાઈન ની કામગીરી માં ઘોર બેદરકારી જોવા મળી
ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગ્રામ પંચાયત ના વિસ્તાર માં આવતા શિલવાડ ગામમાં ગટર લાઈન ના કામગિરિ કરવામાં આવી રહી છે તે શિલવાડ ગામનો મુખ્ય માર્ગ છે તેની બિલકુલ નજીક જૂના શીતળા માતાજી નું મંદિર આવેલું છે ત્યાં દરરોજ લોકો દર્શન માટે આવતા જતા હોય છે .આ સમયે કોઈ દુર્ઘટના થશે તેનો જવાબદાર કોણ? ગટર લાઈન નું કામ ચાલુ છે તો રોડ ઉપર કામ ચાલુ છે તેવું કોઈ પણ જાતનું બોર્ડ કે રેડિયમ પટા મૂકવામાં આવેલ નથી.નિયમ પ્રમાણે પંચાયત ને જાહેર માર્ગ પર કામગીરી દરમિયાન કોઈ દુર્ધટના ન ઘટે તેના માટે આવા બોર્ડ મૂકવા જોઈએ.દિવસે રસ્તા પર થી આવતા જતા લોકો તેમજ વાહનો ખડામાં પડે છે તો રાત્રિ ના સમયે કોઈ મોટી દુર્ધટના થશે તો તેનો જવાબદાર કોણ,?આ અગાઉ પણ થોડા સમય પહેલા આજ ગામમાં ગટર લાઈન ની કામની ની ઘોર બેદરકારી ના લીધે ગામના એક આગેવાન ગટર લાઈન માં પડેલ હતા અને તેમના પગના ભાગે ગભીર ઇજા પહોંચી હતી. તે છતાં દામાવાસ પંચાયત ના સત્તાધીશો ની આંખો ઉઘડતી નથી.લોક મુખે તો એવી ચર્ચાઓ થાય છે કે દામાંવાસ પંચાયત નો ડે.સરપંચ રામભાઇ વણજારા પોતે વ્યવસાયે કોન્ટ્રાકટર છે અને પંચાયત નું તમામ કામ તે જ કરાવે છે .એટલે તો ગુજરાતી માં કહેવત છે કે ધી ઢોળાય તો ખીચડી માં જ ઢોળાય હવે જોવું રહ્યું કે દામાવાસ પંચાયત ના સત્તાધીશો કોઈ ની ખાડા માં પડવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891