થરાદના નાનોલ ના આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયો ની સરાહનીય કામગીરી કરાઈ
પ્રતિનિધિ : થરાદ
થરાદ તાલુકાના નાનોલ ગામે આવેલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર (સબ સેન્ટર) ના સ્ટાફ દ્વારા રવિવારે બે બુથ ચાલુ કરી પોલિયો આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે રવિવારે ગામના યુવા રાજેશભાઈ જોષી(નાનોલ) ની ઉપસ્થિતમાં તેઓના હાથે પોલિયો ના બે ટીપાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું
આ સમયે જેતડા પી.એચ.સી માંથી એમ.પી.એચ.એસ ડુંગરભાઈ ચૌધરી, નાનોલ સબ સેન્ટર ના સી.એચ.ઓ શિવાંગીબેન એફ.એચ.ડબ્લ્યુ ચંપાબેન, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી પોલિયો ની કામગીરી હાથ ધરવામાં આવી હતી બાદમાં આવી ગરમી વચ્ચે ખેતરે ખેતરે પહોંચી ને પણ નાનોલ સબ સેન્ટર ના આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયો ની કામગીરી કરવામાં આવી હતી.







Total Users : 162198
Views Today : 