હિંમતનગરના નવા બલવંતપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સંયુક્ત યોજાયો
જેમાં નવા બલવંતપુરા તથા જુના બળવંતપુરા અને આંબેડકર નગર ના પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં નાના ભૂલકાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
અધિકારીઓ હાજર રહ્યા હતા (૧) શ્રીમતી એમ. જી. રાઠોડ – જિલ્લા આંકડા અધિકારી (૨) એસ . કે . રાણા જિલ્લા સંશોધન અધિકારી (૩) હમીરસિંહ પી . રહેવર એચ ટાટ રૂપાલ શાળા (૪) રાજેશભાઈ નાયક એચ ટાટ કિફાયત નગર શાળા.
તાલુકા સદસ્ય પૂર્વ પ્રકાશભાઇ વેદ સાથે નિકેશસિંહ રાઠોડ અધિકારી ના હસ્તે કુમ કુમ્ તિલક કરી શૈક્ષણિક સાહિત્યની કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો.નવા બળવંતપુરા પ્રાથમિક શાળામાં આવેલા અધિકારીનું એસ.એમ.સી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને સમસ્ત ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને શાળા માં વિવિધ સ્વરૂપે દાન આપી શાળા વિકાસ માં સહભાગી બનનાર દાતાઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું અંતે વૃક્ષા રોપણ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891