Wednesday, December 25, 2024

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શહેરમાં ત્રિવેણી પાસે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શહેરમાં ત્રિવેણી પાસે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું*

 

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વેરાવળ શહેરમાં ત્રિવેણી પાસે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયાના નેતૃત્વ હેઠળ.વૃક્ષા રોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 20 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ પંકજભાઈ સોલંકી (વકીલ) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

 

આ પ્રસંગે પ્રમુખ કમલેશભાઇ પાટડિયા એ જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ.”

આ કાર્ય ને પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે, “આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.” નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે.તેવું જાણવા મળ્યું હતું

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores