Wednesday, October 23, 2024

જૈનાચાર્ય શ્રી જન્મ ભૂમિ પેપરાલતીર્થ માં આજે થશે જૈનાચાર્ય શ્રી નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ

જૈનાચાર્ય શ્રી જન્મ ભૂમિ પેપરાલતીર્થ માં આજે થશે જૈનાચાર્ય શ્રી નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ

 

 

શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજ ની જન્મ ભૂમિ પેપરાલતીર્થ માં ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સૂરીશ્વરજી મહારાજ આદિ અનેક સાધુ સાધ્વીજી મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ રવિવારે સવારે ૮ કલાકે યોજાશે ,આ પ્રસંગે ચાતુર્માસ આયોજક શ્રી જયન્તસેન સૂરિ શાસન પ્રભાવક ટ્રસ્ટ પેપરાલ તરફ થી ચાતુર્માસ પ્રવેશ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન જેતડા આશોદર તીન રસ્તા થી પ્રારંભ થઈ ને પેપરાલ તીર્થ ના મુખ્ય માર્ગ પર પરિભ્રમણ કરી તીર્થ સંકુલ માં ધર્મ સભા માં પરિવર્તિત થશે શોભાયાત્રા માં ૭ બગી ૫ અશ્વ, મધ્યપ્રદેશ નું સુપ્રસિદ્ધ મધુકર બેન્ડ, ગુજરાત નું અજંતા બેન્ડ, પંજાબ નું ભટીન્ડા બેન્ડ,નાસીક ઢોલ,કથક મંડળી,કચ્છી પુડી મંડળી,શરણાઈ, રંગોળી સહિત અનેક મંડળી, ઝાંખી આદિ આકર્ષણ સાથે રજવાડી ઠાઠ થી શોભાયાત્રા યોજાશે, ચાતુર્માસ પ્રવેશ માં સંમિલિત થવા માટે મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક દિલ્હી સહિત અનેક રાજ્યોમાં થી જૈન સંઘ અને ગુરુ ભક્તો થશે, જૈનાચાર્ય શ્રી નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ અને નારોલી વાલા મારા સાહેબ ના હુલામણા નામથી ઓળખાય એવા મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય મહારાજ સહિત ૩૦ થી વધારે સાધુ સાધ્વીજી મહારાજ ગુરુ જન્મ ભૂમિ પેપરાલ તીર્થ માં ચાતુર્માસ નિમિત્તે ચાર મહિના સ્થિરતા કરશે

 

પત્રકાર ,,હમીરભાઇ રાજપુત થરાદ બનાસકાંઠા,,

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores