પ્રાંત કચેરી ઉના:ફરિયાદને લઈ કોળી સમાજમાં રોષ:કોડીનારમાં દબાણ દૂર કરતી વખતે થયેલી ફરિયાદને લઈ કોળી સેના ઉના દ્વારા પ્રાંત કચેરી ઉના ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું
કોડીનારમાં છ દીવસ પહેલાં દબાણ દૂર કરતી વખતે થયેલી ફરિયાદને કોળી સમાજ માં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

કોળી સમાજ ના લોકો નું કહેવું છે કે છ દિવસ પહેલા કોડીનાર પાણી દરવાજા વિસ્તારમાં દબાણ હટાવતું હતું. તે સમયે કોળી સમાજના યુવા અગ્રણી પર કોઈએ પથ્થર ફેંક્યો હતો અને મામલો બીચકયો હતો. એટલું જ નહીં ત્યારબાદ માહોલ ગરમાયો અને બબાલ પણ થઈ હતી. લોકો રસ્તા પર ઉતરી જતાં આખરે પોલીસ દ્વારા અંદાજે 7થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ નોંધાઈ છે.
કોળી સમાજ ના આગેવાનો નું કહેવું છે કે તેમના અગ્રણીઓ અને પરિજનો પર થયેલી ફરિયાદ રાજકીય ઇશારે થઈ છે. જે ફરિયાદ પાછી લેવામાં આવે અને શહેર ભાજપ પ્રમુખ હરિભાઈ વિઠલાણી નામના વ્યક્તિએ કોળી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કોળી સમાજ દ્વારા કરવા માં આવી છે અને જે બે કોળી સમાજ ના અગ્રણી કોળી સેના ના પ્રમુખ રમેશભાઇ ચુડાસમા અને માંધાતા સંગઠન ના પ્રમુખ હરેશભાઈ દમણિયા પર ફરિયાદ થઈ છે તેને રદ કરવા માં આવે અને હરિભાઈ વિઠલાણી વિરૂદ્ધ કોળી સમાજ ને અભદ્ર ભાષા નો ઉપયોગ કરવા બદલ તેની સામે ફરિયાદ નોંધવા માં આવે અને તે નહિ કરવા માં આવે તો 3 દિવસ ની અંદર કોળી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના






Total Users : 152519
Views Today : 