Tuesday, January 14, 2025

બેન્ક ઓફ બરોડા આર. સે.ટી. થકી રોજગાર લક્ષી તાલીમ અને નાણાકીય સાક્ષરતા વિષયક કોન્ફરન્સ કોલ દ્વારા માર્ગદર્શન અપાયું

બેન્ક ઓફ બરોડા આર. સે.ટી. થકી રોજગાર લક્ષી તાલીમ અને નાણાકીય સાક્ષરતા વિષયક કોન્ફરન્સ કોલ દ્વારા માર્ગદર્શન અપાયું

 

રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા સાથે જોડાઈને સાબરકાંઠામાં ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ સખી મંડળની મહિલાઓને વિવિધ સરકારી યોજના વિષયક માર્ગદર્શન આપવાના ઉદ્દશયથી કોન્ફરન્સ કોલ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો

 

પ્રસ્તુત કોન્ફરન્સ કોલ નરોત્તમ લાલભાઈ સંસ્થાના કાર્યક્ષેત્રના ગામોના સખી મંડળ સાથે જોડાયેલ મહિલાઓને બેન્ક ઓફ બરોડા આર.સે.ટી ની યોજના વિષયક તથા નાણાકીય સાક્ષરતા વિષયક માર્ગદર્શન આપવામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો

 

કોન્ફરન્સ કોલમાં વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવા વિષય નિષ્ણાત તરીકે બેન્ક ઓફ બરોડા આર.સે.ટી ના ફેલકટીશ્રી ભાર્ગવભાઈ ઉપસ્થિતતીમાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડના કાર્યક્ષેત્રના ગામો માંથી 150 જેટલી સખી મંડળની મહિલાઓ સહભાગી થઈને યોજના વિષયક માર્ગદર્શન મેળવવામાં સફળ થયા હતા

 

પ્રસ્તુત કોન્ફરન્સ કોલમાંશ્રી ભાર્ગવભાઈ દ્વારા બેન્ક ઓફ બરોડા સંસ્થાના પરિચય તથા વિવિધ રોજગાર લક્ષી તાલીમોની માહિતી સાથે સાથે તાલીમ આયોજનની પ્રક્રિયા, વય , ઉંમર ,સમયગાળો વિશે સરળભાષામા સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ તાલીમ અંગે માહિતી આપી રોજગારીની તકો માટે તાલીમનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું , ઉપરાંત સહભાગી મહિલાઓને

ડીઝીટલ ટ્રાન્જેકસન નો ઉપયોગ તથા બેન્ક સાથેનો નાણાકીય વ્યવહાર કરવામાં કાળજીની સાથે બચત અને વીમા વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો

 

તાલીમના અંતમાં પ્રશ્નોતરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ અંગે સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરીને કોન્ફરન્સ કોલને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores