હર ઘર તિરંગા અભિયાન સાબરકાંઠા
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
હર ઘર તિરંગા અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા માટે કલેક્ટરશ્રીએ અપીલ કરી
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે.
કલેકટર શ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, હાલમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે જિલ્લાના દરેક નાગરિકો પોતાના ઘર, દુકાન , સંસ્થાઓ મકાનો પર તિરંગો લહેરાવી દેશપ્રેમના અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું કે તા. 12 ઓગસ્ટ ના રોજ ઈડર ખાતે આઇકોનિક પ્લેસ તરીકે તિરંગા યાત્રા યોજાશે તા. 13 ઓગસ્ટ ના રોજ હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે જેમાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ આ અભિયાનને સફળ બનાવી તે માટે અનુરોધ કર્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891