આજ રોજ તારીખ 13/ 08 /2024 ના રોજ આરપીએફ હિંમતનગરના રેલ્વે પી.એસ.આઈ હરેશ ચૌહાણ તેમજ જી આર પી આરપીએફ સ્ટાફના માણસો આગામી 15મી ઓગસ્ટના પર્વ ને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન તેમજ સવારી ગાડીઓમાં યાત્રીઓને કોઈ લાવારીશ
વ્યક્તિ યા વસ્તુઓ યા કોઈ અજાણ્યો સામાન મળે તો તેની તુરંત જ નજદીકી આરપીએફ અને જીઆરપી ને જાણ કરવા અથવા સ્ટેશન માસ્ટર / રેલવે હેલ્પ લાઇન 139 ઉપર જાણ કરવા બાબત ની જાણકારી આપવામાં આવેલ .આ બાબતની જાણકારી હિંમતનગર રેલ્વે સ્ટેશનના ઓટો ચાલકો. તેમજ હિંમતનગર સ્ટેશન પર સફાઈ કરતા સફાઈ કર્મચારીઓ .તેમજ હિંમતનગર સ્ટેશન પર કાર્ય કરતા રેલવે કર્મચારીઓ તેમજ હિંમતનગર સ્ટેશન પર કેન્ટીન ચલાવતા કર્મચારીઓને ઉપર મુજબની જાણ કરવામાં આવેલ હર ઘર તિરંગા યાત્રાના ઉપલક્ષમાં પીએસઆઇ દ્વારા હિંમતનગર રેલ્વે સ્ટેશન પર આવેલા યાત્રીઓને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કરેલ તેમજ બાળકોને ચોકલેટ ખવડાવી રાષ્ટ્રની અખંડતા જળવાઈ રહે દેશમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી
હિંમતનગર રેલ્વે સ્ટેશનના યાત્રીઓ દ્વારા આરપીએફ દ્વારા કરવામાં આવેલા કાર્યોની ભરી પૂરી પ્રશંસા કરવામાં આવેલ હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152529
Views Today : 