ઈડરમાં મહર્ષિ રાજચંદ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં મહા વાવેતર અભિયાન યોજાયું
સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી શ્રી, વન અને પર્યાવરણ શ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી, વન અને પર્યાવરણશ્રી મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું હતું.

સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ ધ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર ૧,૯૫૯ હેકટર વિસ્તારમાં ૧૩.૯૮ લાખ રોપાઓનું વાવેતર થતા જીલ્લાના વન વિસ્તારમાં ૩,૦૫૭ હેકટર વિસ્તારમાં ૨૨.૬૭ લાખ રોપાઓ એમ મળી કુલ ૫,૦૧૬ હેકટર વિસ્તારમાં ૩૬.૬૫ લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીશ્રીએ “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું.

ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર ખાતે અંદાજે 10 હજારથી વધુ જનમેદની ધ્વારા સામુહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની સામુહિક કામના કરવામાં આવી હતી.
“મહાવાવેતર’ અભિયાનમાં ડ્રોન ધ્વારા મોટી સંખ્યામાં સીડ બોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેકટરશ્રી રતન કંવર ગઢવીચારણ, જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર,નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી પટેલ, પ્રાંત અધિકારીશ્રી, અગ્રણીશ્રી પૃથ્વીરાજ ભાઈ પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ, તેમજ તાલુકા/ જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 150679
Views Today : 