ઈડરની દિયોલી હાઈસ્કૂલમાં પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
શ્રીમતી એમ જે મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી(ઈડર)માં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાખડી બાંધીને આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકશ્રી જશવંત.જે દેસાઈ સાહેબે જણાવ્યું હતું કે બહેન દ્વારા ભાઈનું કપાળ પર કરવામાં આવતું કંકુ તિલક અને અક્ષતથી પૂજન કેમ કરવામાં આવે છે. સાથે રક્ષાબંધનના દિવસે બીજા કયા ઉત્સવ મનાવવામાં આવે છે તેવી વાત પ્રસંગોપાત પ્રવચનમાં વણી લીધી હતી. શિક્ષક શ્રી જગદીશભાઈ આર.પટેલ સાહેબે બાળકોને અલ્પાહાર કરાવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલે બાળકોને શુભાશિષ આપ્યા હતા. ક્લાર્ક ગીરીશભાઈ પટેલ અને સેવક રમણભાઈ થુરીએ સહયોગ આપ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 163254
Views Today : 