ઈડરની દિયોલી હાઈસ્કુલ દ્વારા “ફાયર સેફ્ટી” અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી(ઈડર)માં ફાયર સેફ્ટીના વિષયને ધ્યાને લઇને વિદ્યાર્થીઓ જાગૃત થાય અને આગ લાગવાની ઘટનાઓમાં આગને કેવી રીત બુજાવવી એની પ્રયોગાત્મક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો પાસે ABC પાવડરની બોટલ(ફાયર ઇસ્ટુગેશન) તથા ઘન કાર્બન ડાયોક્સાઈડની બોટલને કેવી રીતે અનલોક કરવી તથા કેવા પ્રકારની આગ લાગે ત્યારે કઈ બોટલનો ઉપયોગ કરવો તેની સમજ બાળકોએ જાતે ઉપયોગ કરીને શીખવા પ્રયત્ન કર્યો હતો. શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ તથા શિક્ષકશ્રીઓ જે.જે.દેસાઈ, જે.આર પટેલ, ક્લાર્ક ગીરીશભાઈ પટેલ તથા સેવક રમણભાઈ થુરીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891