Friday, January 3, 2025

ત્રિશુળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલ્ટી ખાતા અકસ્માત થયો હતો

*દાંતા ત્રિશુળીયા ઘાટ અકસ્માત*

 

*જિલ્લા કલેકટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા

*ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ, સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડેપગે : કલેકટરશ્રી મિહિર પટેલ

 

 

બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલ્ટી ખાતા અકસ્માત થયો હતો. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઇ હતી. જયારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા.

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશુળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડેપગે છે. આ અકસ્માતમાં 02 પુરુષ અને 01 બાળક કુલ મળીને 03 લોકોનું નિધન થયું છે. આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે…..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores