જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી દ્વારા દિયોલી હાઇસ્કૂલમાં “વર્લ્ડ સ્પેસ વિક”ની ઉજવણી” કરવામાં આવી.
સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર, બડોલી દ્વારા શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીમાં “વર્લ્ડ સ્પેસ વિક”ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક શ્રી અનિલભાઈ પંચાલનું શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરીને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. શ્રી અનિલભાઈ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે ૪ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીક ઉજવવામાં આવે છે. આ ઈવેન્ટનું આયોજન વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યેના તેમના યોગદાન અને સમર્પણ અને માનવ સ્થિતિની સુધારણા માટે કરવામાં આવે છે. વર્લ્ડ સ્પેસ વીક એ વિશ્વની સૌથી મોટી વાર્ષિક અવકાશ ઘટના છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યમાં કંઈક મોટું અને અલગ કરવા માટે પ્રેરિત કરે છે, તેમને અવકાશ વિશે વધુ શીખવા માટે પ્રેરિત કરે છે. વર્લ્ડ સ્પેસ વીક લોકોને અવકાશ પ્રવૃત્તિઓ વિશે શિક્ષિત કરે છે. તે સ્પેસ આઉટરીચ અને શિક્ષણમાં વૈશ્વિક સહયોગને પણ પ્રોત્સાહન આપે છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સ્પેસ વીકની શરૂઆત ૬ ડિસેમ્બર, ૧૯૯૯ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્લ્ડ સ્પેસ વીક જાહેર કરવામાં આવ્યું હતું. આ અઠવાડિયે ૪ ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ પ્રથમ માનવસહિત પૃથ્વી ઉપગ્રહ, સ્પુટનિક-૧ના પ્રક્ષેપણ અને ૧૦ ઓક્ટોબર, ૧૯૬૭ના રોજ આઉટર સ્પેસ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યાની યાદમાં ઉજવવામાં આવે છે.
આ સ્પર્ધામાં શાળાના ૫૦ થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે દિશા સુરેશભાઈ ચૌધરી, બીજા નંબરે ઝલક હર્ષદભાઈ ચૌધરી, તથા ત્રીજા નંબરે ગૌરી અશોકભાઈ પટેલ આવ્યા હતા. જેમને લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી ટ્રોફી, પ્રમાણપત્ર અને બોલપેન આપવામાં આવી હતી. તેમજ ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આભાર વિધિ શાળાના શિક્ષકશ્રી જે.આર.પટેલ સાહેબે કરી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891