Thursday, October 24, 2024

દિવાળી પર્વને ધ્યાને લઈ એસ.ટી વિભાગ સાબરકાંઠા દ્રારા મુસાફરો માટે ૨૦૦ જેટલી એકસ્ટ્રા માટેની સુવિધા 

દિવાળી પર્વને ધ્યાને લઈ એસ.ટી વિભાગ સાબરકાંઠા દ્રારા મુસાફરો માટે ૨૦૦ જેટલી એકસ્ટ્રા માટેની સુવિધા

 

૫૨ થી વધુ મુસાફરોના ગૃપ બુકીંગ પર એસ.ટી.વિભાગ દ્વારા એકસ્ટ્રા બસની સુવિધા અપાશે

Oplus_131072

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સાબરકાંઠા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.૨૬/૧૦/૨૦૨૪થી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી એસ.ટી વિભાગ દ્વારા ૨૦૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કર્યું છે. આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ સાબરકાંઠા હેઠળના સાબરકાંઠા અરાવલ્લી અને ગાંધીનગરના ૮ ડેપો હિંમતનગર, ઇડર , ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ભિલોડા, માણસા ડેપો ખાતે મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના ૫૨ થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના તહેવારો દરમ્યાન મુસાફરોને એસ.ટી બસોનો વધુમાં વધુ લાભ લેવા વિભાગીય નિયામકશ્રી સાબરકાંઠા દ્વારા અનુરોધ કરાયો છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores