Wednesday, January 8, 2025

વ્યારા ખાતે તા.૧૫મી નવેમ્બરના રોજ ‘જનજાતિ ગૌરવ દિવસ’ ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

વ્યારા ખાતે તા.૧૫મી નવેમ્બરના રોજ ‘જનજાતિ ગૌરવ દિવસ’ ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા

સંજય ગાંધી તાપી તા.૧૩ :- .૧૫મી નવેમ્બર ‘જનજાતિ ગૌરવ દિવસ’ ઉજવણી નિમિત્તે ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિમજૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન PM-JANMAN અને DA-JGUA (ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન) કાર્યક્રમ અંતર્ગત તા.૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ જિલ્લા સેવાસદન ઓડિટોરિયમ હોલ વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેકટર સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

 

આ પ્રસંગે કલેકટરશ્રીએ કાર્યક્રમનું સુચારુ આયોજન થકી સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા માટે અમલીકરણ અધિકારીઓને રચનાત્મક સુચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

પીએમ જન-મન અભિયાન કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર લાવવા લઇ-જવાની વ્યવસ્થા, સ્ટેજ પરથી લાભ મેળવનાર લાભાર્થીઓની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે LED સ્ક્રીન તેમજ વીજ પુરવઠો સતત ચાલુ રહે, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, આરોગ્યની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવણી સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું આયોજન અને તેની અમલીકરણ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, પ્રાયોજના વહિવટદાર શ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર.બોરડ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores